Thursday, February 26, 2009

પહેરવેશ અને અલંકાર

પહેરવેશ

રબારી જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે તેવા છે. પુરુષોનો પહેરવેશ જોઈએ તો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડી, મેલખાયું, એક ખેસડી વડે ભેટવાળે અને એક ખેસડી અથવા ધાબળો ખભે હોય, હાથમાં કૂંડલી વાળી લાકડી હોય તેમના કેડિયાની લંબાઈ પ્રદેશ મુજબ લાંબી ટૂંકી હોય છે. અમુક પ્રદેશમાં માથા ઉપર પાઘડી અથવા ગરમ ટોપી પહેરે છે. દેશી ઢબના વજનદાર બૂટ પહેરે છે.

સ્ત્રીઓનો પહેરવેશ ઉંમર મુજબ બદલાઈ જતો હોય છે. નાની છોકરીઓ ચોળી-ચણીયો પહેરે છે. યુવાન સ્ત્રીઓ ચૂંદડી, ચણીયો અને બ્લાઉઝ પહેરે છે. લગ્ન પછી જીમી(બાંધણો), કાપડું, ક્યારેક કપટોળું તો ક્યારેક ચૂંદડી ઓઢે છે.

અમુક પ્રદેશમાં ભરત ભરેલા કપડાં વિષેશ પ્રમાણ માં પહેરવામાં આવે છે. (કચ્છ)

ભદ્ર સમાજ ના સંમ્પર્કમા આવવાથી અને શૈક્ષણીક જાગૃતિ આવતા પહેરવેશમાં મોટા પાયે બદલાવ આવ્યો છે.

અલંકાર

પુરુષોના અલંકારો માં મોટે ભાગે કાનમાં કોકરવા (ઠોળીયા), ફૂલ, ચાપવા ડોકમાં ચાંદીની હીરાકંઠી, સોનાનો ચેઈન હાથમાં ચાંદી ના કડા, હાથની આંગળીઓમાં ચાંદીના જુદી જુદી ડીઝાઈનના કરડા અને વેઢ, દાણા વાળી વીંટી, બંડીમાં ચાંદીના બટન, કેડે ચાંદીનો કંદોરો પહેરે છે.

જ્યારે સ્ત્રીઓ ના અલંકારોમાં મુખ્યત્વે કાનમાં ઠોળીયા, વેઢલા, કોકરવા, બુટી, ડોકમાં ઓમકાર પાંદડૂ, ડૂવાસર, કાંઠલી, હાંસડી, બરઘલી, ચાંદીની કંઠી નાકમાં નથડી, દાણો હાથમાં કળંદીયા, કડલીઓ, પોચોં, લોકીટ પગમાં ઝાંઝરી, છડા, ખાંપીયા વગેરે પહેરવામાં આવે છે. જેમા હાલ માં સમય મુજબ બદલાવ જોવામાં આવે છે.http://www.vadwala.com

No comments: