ૐ શ્રી ગુરૂદેવ દત્તેશ્વરાય નમઃ
પરમ પૂજ્ય મહંત શ્રી બળદેવગિરિજી ગુરૂ શ્રી સૂરજગિરિજી મહારાજ
પરમ પૂજ્ય કોઠારી શ્રી ગોવિંદગિરિજી ગુરૂ શ્રી બળદેવગિરિજી મહારાજ
શ્રી વાળીનાથ ગૌરવ ગાથા વિષે બે બોલ
શ્રી વાળીનાથ ધામ ઉતર ગુજરાત (પુરાતન - આનર્ત પ્રદેશ ) માં રુપેણ અને પુષ્પાવતી નામ ની નદીઓના મધ્યે મહામુની શ્રી વાલ્મીકીજીના તપક્ષેત્ર ગાણાતા પૌરાણીક વાલમ ગામ તેમજ શ્રી ગણપતી યાત્રાધામ અઠૌર ગામ પાસે આવેલ તરભ નામના ગામેુ ઉંઝા અને વિસનગર રોડુ ઉપર આવેલ છે. આ પવિત્ર એવા તિર્થધામનો પવિત્ર મહિમા અને ગૌરવશાળી શ્રી વાળીનાથ ગૌરવ ગાથા - ઇતિહાસ પરમ ક્રુપાળુ પરમાત્મા શ્રી વાળીનાથજીની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય વંદનીય - પ્રાતઃસ્માર્ણીય ગુર્રુવર્ય વર્તમાન ગાદીપતી મહંત શ્રી બળદેવગિરિજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પુસ્તકરુપે આલેખવાનો પ્રયત્ન થયો છે. આ પવિત્ર અને ભવ્ય એગુ તિર્થક્ષેત્ર શ્રી વાળીનાથ ધામ રબારી ગોપાલક સમાજની પ્રેરણા દાયી ગુરુ ગાદી તરીકે સુસ્થાપિત છે. છતાં તમામ કોમના શ્રધ્ધાળુ સજ્જન ભક્તો શ્રી વાળીનાથ ભગવાનમાં અત્યંત અને અનન્ય શ્રધ્ધા ધરાવે છે.
મહાન તપસ્વી સંતોની તપો ભૂમિે એવા આ ધર્મક્ષેત્રેમા અનેક નામી - અનામી સંતોએ તપ , જ્ઞાન , ભકતિ , દ્રારા શ્રી વાળીનાથ ધામને અતિ પવિત્ર , દિવ્ય પુણ્યશ્ર્લોકી એવા આ તિર્થક્ષેત્ર અને ગૌરવપ્રદ બનાવેલ છે. હિન્દુ ધર્મની શ્રધ્ધાના પ્રતિક સમી આ શ્રી વાળીનાથ સંસ્થા લગભગ સાડા આઠસો વર્ષથી તપ - સત્સંગ, ધ્યાન વડે ધર્મની ધજા લહેરાની ભક્તો અને સંસ્થામાં અનેક મહાન સંતો - ભક્તો તપ - ભક્તિ અને સત્સંગ દ્રારા માનવ સમાજના કલ્યાણકારી એવા યજ્ઞો જેવા શુભ કર્મ કાંડથી પાવન જીવન અમરત્વને પામ્યા છે. એવા મહાન તપસ્વી જ્ઞાની સંત મહાન પુરુષો - મહાત્માઓના પવિત્ર જીવન - વૂતાંત ને ઇતિહાસનું રુપ આલેખી પુસ્તક રુપે તૈયાર કરવામાં આવેલ છે. જે ભક્તોના તેમજ અનુયાયીઓના શ્રધ્ધાબળમાં તેમજ જ્ઞાન - સંસ્કારમાં પુરક અને સહાય ભૂત થશે.
પરમ પૂજ્ય સંતો - મહાત્માઓ - ભક્તો - સેવકો અને સંસ્થાના અનુયાયી વર્ગને સમર્પિત એવો આ ગ્રંથ શ્રી વાળીનાથ ગૌરવ ગાથા (દિવ્ય સંત ચરિત્ર) શ્રી વાળીનાથ ધામની સ્થાપના કરનાર પ્રાતઃસ્મરણીય વંદનીય દિવ્ય તપોનિષ્ઠ પરમ પૂજ્ય સ્વામી શ્રી વિરમગિરિજી મહારાજશ્રી (આદિસ્થાપક) ના જીવન - વ્રુતાંત શુભ પ્રસંગોથી શરુ કરીને વર્તમાન સમયના ગાદીપતિ વિધમાન મહંત શ્રી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરર્ણીય ગુરુવર્યશ્રી શ્રી બળદેવગિરિજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય આદર્ણીય સુજ્ઞ મહાપુરુષ કોઠારી સ્વામી શ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીના રચનાત્મક જીવન પ્રસંગો અને સંસ્થાના અર્વાચીન/ વર્તમાનમાં સેવાપ્રવ્રુત સંતો - મહાત્માઓ - ભક્તોના જીવન - પ્રસંગોને આલેખવાના સદ્દ પ્રયત્નો થયા છે. મતિ અનુસાર શક્તિે એવી ભક્તિ અનુરુપ જે કંઇ લખાયુ છે. તે સંતોના ચરિત્ર - રુપી પ્રસાદી ભક્તોને વહેંચવાનો પુરુષાર્થ પૂર્ણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પુરુષાર્થમાં કોઇપણ ક્ષેત્રે ક્ષતિ જણાય તો ઉદારતાથી ક્ષમા કરી ક્ષતિ નિર્દેશ કરવા આપ સૌ સંતો - ભક્તો - મહાનુભાવોને હાર્દિક નમ્ર પ્રાર્થના - માણસ માત્ર ભૂલને પાત્ર તે ક્ષમાને પાત્ર પણ છે. તે વાતનુ ધ્યાન રાખી આ સંત - ગુણ - ગાથાના આલેખનમાં કોઇ ભૂલ જણાય તો સૂધારીને જરુરથી ભૂલનો નિર્દેશ કરી સાહિત્ય - સેવાને પ્રોત્સાહન આપશો. જે લેખક દ્રારા આ ગાથાની રચના કરવામાં આવી છે. તે લેખક શ્રી દ્રારા પોતાના જ્ઞાન અને ધર્મ અનુસાર અનેક સંતો - મહાત્માઓ - ભક્તો - મહાનુભાવો પ્રેરક એવા દ્રષટાંતો આલેખીને ગાથાને રુચીકર ન્યાય આપવાનો પ્રયત્ન પૂર્વકનો પુરુષાર્થ થયો છે. જે ભક્તો - સંતો - મહત્માઓ - મહાનુભાવો તેમજ અનુયાયી વર્ગ સ્વીકારશે અને ભાવ પૂર્વક શ્રધ્ધાપૂર્વક વાંચન - મનન કરશે, ગાથામાં મંગલચરણ (પ્રભુવંદના) માં પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ શ્રી રચીત શ્રી વાળીનાથ અષ્ટક ભક્તોના મનોરથો પૂર્ણ કરનાર એક ઉતમ ભાવવાહી પ્રાથના છે. તેથી સવાર સાંજ શ્રી વાળીનાથ અષ્ટકનો પાઠ કરવાથી પરમાત્માની ક્રુપા થશે અને ભક્તોના મનોરથો પૂર્ણ થશે ભારતીય દિવ્ય હિન્દુ ધર્મની આદર્શ સંસ્ક્રુતિ અને ધર્માચરણને શિરોમાન્ય રાખી શ્રધ્ધાપૂર્વક શ્રી સંતગાથાનું વાંચન કરવાથી પરંપરાગત ધાર્મિક ઉતમ સંસ્કારોનું જતન થશે એવી શ્રધ્ધાપૂર્વક શુભેચ્છાસહ...
આભાર.... જય વાળીનાથ...
શ્રી વાળીનાથ દશનામ અખાડા (રબારી સમાજ ગુરૂગાદી) મુ.પો. તરભ, તા. વિસનગર, જિ. મહેસાણા (ઉ.ગુ) ટૅલીફોન નં. (૦૨૭૬૫) ૨૮૫૦૨૮
No comments:
Post a Comment