Wednesday, May 27, 2009

વાળીનાથજી ભગવાનની આરતી & વાળીનાથજી ભગવાનનો થાળ

શ્રી વાળીનાથજી ભગવાનની આરતી


ૐ જય વાળીનાથા સ્વામી, ૐ જય વાળીનાથા,

મંગલ મૂરતિ રૂપ (૨) સુખ શાન્તીદાતા.... ૐ જય વાળીનાથા....૧

કરૂણાના અંબાર કષ્ટો હર્તા, સ્વામી કષ્ટોના હર્તા,

અશરણ શરણાધાર (૨) મંગલમય ભર્તા.... ૐ જય વાળીનાથા....૨

ત્રિવિધ ધોર અતિતાપ, મૂળ સહિત હર્તા, સ્વામી મૂળ સહિત હર્તા,

અમ્રુત ઢ્રુષ્ટિ કરીને (૨) શીતળતા કર્તા.... ૐ જય વાળીનાથા....૩

પિતા પૂર્ણ પ્રકાશ પરમાત્મા પોતે સ્વામી પરમાત્મા પોતે,

ઘટ ઘટ વ્યાપી આપ (૨) ભક્તોના દુઃખ હર્તા....ૐ જય વાળીનાથા....૪

શરણે આવ્યો બાળ, શરણં દો દેવા સ્વામી શરણ દો દેવા,

ચરણ કમળમાં રાખી (૨) ભવતારો નાથા.... ૐ જય વાળીનાથા....૫

કામ ક્રોધને લોભ પાવકમાં બાળતો સ્વામી પાવકમાં બળતો,

મનના દુષ્ટ વિકારો (૨) દુર કરો ત્રાતા.... ૐ જય વાળીનાથા....૬

શ્રી વાળીનાથની આરતી, શ્રધ્ધા થકી ગાતા.... સ્વામી શ્રધ્ધાથકી ગાતા,

ભણે સચ્ચિદાનંદ (૨) મન નિર્મળ થાતા.... ૐ જય વાળીનાથા....૭

શ્રી વાળીનાથજી ભગવાનનો થાળ


જમવા આવો વાળીનાથ ભાવે જમાડું રે.... તમારૂ દીધેલું આ દેવ, તમને ધરાવું રે....

સકળ જગતને તમે જમાડો, ભુખ્યા ઉઠાડી ના ભૂખ્યાં સુવાડો.

કીડી ક્ણ, હાથી મણદાતા, પ્રભુ હું શું જમાડું રે.... કે જમવા.... ૧

હદય કમળને આસન માનો, તેમા પ્રભુજી પ્રેમે બીરાજો....

ભાવ ભક્તિનું ભોજન ભાણું, ભાવે ધરાવું રે.... કે જમવા....૨

શાસ્ત્ર તણી વિધિઓ ના જાણું, જ્ઞાની જનોનાં જ્ઞાનના જાણું,

જાણું હૈયા હેત ઉમળકો, પ્રભુ હેતે જમાડું રે.... કે જમવા.....૩

શબરીનાં બોર વિદુરની ભાજી, પ્રેમે આરોગ્યાં મેવા ત્યાગી,

જમજો સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રેમે જમાડુ રે.... કે જમવા આવો વાળીનાથ ભાવે જમાડુ રે.

તમારૂ દીધેલુ ઓ દેવ, તમને જમાડુ રે.... કે જમવા આવો વાળીનાથ ભાવે જમાડુ રે.


જય વાળીનાથ

No comments: