Wednesday, June 29, 2011

તરભમાં રૂ. 15 કરોડના ખર્ચે વાળીનાથ મંદિરનું પુનનિર્માણ

વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા સમગ્ર રબારી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન શિવધામ શ્રી વાળીનાથ અખાડામાં R ૧૫ કરોડના માતબર ખર્ચે પુન: નવિનર્માણ પામનારા વાળીનાથ મંદિરનો શિલાન્યાસવિધિ સમારોહ બુધવારે યોજાયો હતો. આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં સંતો-મહંતો સહિત રબારી સમાજ ઉમટી પડ્યો હતો.

સમાજના દાતાઓની ઉદાર સખાવતથી કરોડોના ખર્ચે પુન: નિર્માણ પામનારા વાળીનાથ મંદિરનો શિલાન્યાસ વિધિ બુધઅષ્ટમીના પવિત્ર દિવસે બપોરે ૧૨-૩૯ મિનિટે શારદાપીઠ દ્વારકાના પ.પૂ. દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વાળીનાથ અખાડાના મહંત પૂ. બળદેવગીરીજી મહારાજ, શારદા પીઠના બ્રહ્નચારજિી નારણાનંદજી તેમજ રબારી સમાજની વિવિધ ગુરુગાદીઓના મહંતો અને ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Valinath10 તરભમાં રૂ. 15 કરોડના ખર્ચે વાળીનાથ મંદિરનું પુનનિર્માણ

આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ (ડીસા) અને માલજીભાઈ દેસાઈ (ચાણસ્મા), પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, કાંકરિયા-મણિનગર નાગરિક સહકારી બેન્કના ચેરમેન અમરતભાઈ દીગડી, એસ.ટી. નિગમના ડીરેકટર અરજણભાઈ રબારી, મોતીલાલ દેસાઈ, ગોપાલક વિકાસ નિગમના ચેરમેન સંજયભાઈ દેસાઈ, ગોપાલબંધુના તંત્રી ગોવિંદભાઈ દેસાઈ, લઘુ ઉદ્યોગ મજુર મહાજન સંઘ અમદાવાદના ચીફ સેક્રેટરી એડવોકેટ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ (ચાણસ્મા), ફુલાભાઈ દેસાઈ (નાગલપુર), રત્નાભાઈ દેસાઈ (મીઠા), જીવરાજભાઇ સહિત સમાજના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતના ચૌદે પરગણામાંથી તેમજ રાજસ્થાનમાંથી રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધર્મ અવસરમાં સહભાગી બન્યા હતા. મહેમાનો તેમજ દાતાઓનું કોઠારી સ્વામી ગોવિંદગીરી મહારાજે ફુલહાર-શાલ અને ભેટપૂજાથી સ્વાગત કર્યું હતું. સમારંભનું સંચાલન અમૃતભાઈ મેથાણ અને ગોવિંદભાઇએ કર્યું હતું.

શિલાન્યાસમાં સોના-ચાંદીની ઈંટો મૂકાઈ

વાળીનાથ મંદિરની શિલાન્યાસ વિધિમાં ગોગાધામ કાસ્વાના ભૂવાજી જયરામભાઈએ સોના-ચાંદીયુક્ત પાંચ ઈંટો તેમજ R ૫,૫૧,૦૦૦નું રોકડ દાન રાજાભાઈના વરદ્હસ્તે અર્પણ કરાયું હતું.

દંડી સ્વામીનું ભવ્યાતભિવ્ય સામૈયું

વાળીનાથ મંદિરના પુન: નિર્માણ અર્થે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ખાસ હાજરી આપવા પધારેલા શારદાપીઠ-દ્વારકાના પૂ. દંડીસ્વામીની ભવ્યાતભિવ્ય શોભાયાત્રા તરભ ગામના આંગણે નીકળી હતી. જે મંદિરે પહોંતચાં ભવ્ય સ્વાગત-સામૈયું કરવામાં આવ્યું હતું.

No comments: