વિસનગર તાલુકાના તરભ ગામમાં ૯૦૦ વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલ રબારી સમાજના ગુરૂગાદી શ્રી વાળીનાથજી અખાડા મંદિરના પુન: નિમૉણ અર્થે ગુરુવારુ યોજાયેલા ભૂમિપૂજન સમારોહમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી રબારી સમાજના પરિવારજનો અને સંતો-મહંતો ઉમટતાં આ વાળીનાથ ધામમાં ગુરુવારે અલોકિક વાતાવરણ સર્જાયું હતું. જ્યારે બરાબર ૧૨:૩૯ના વજિયી મુહૂર્તમાં વર્તમાન ગાદીપતિ બળદેવગીરીજી મહારાજના હસ્તે શિવધામનું ભૂમપિૂજન થતાં જય વાળીનાથના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખીનય છે કે, આ ધર્મકાર્યમાં દાતાઓએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહેતી કરી હતી.
વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે ૯૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાના આ પાવનભુમિમાં રબારી સમાજોની ગુરૂગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે. ધર્મ સાથે શિક્ષણને જોડવાનું કામ કરનાર વર્તમાન મહંત પ.પૂ.ધ.ધૂ. શ્રી ૧૦૦૮ મહંત બળદેવગીરીજી બાપુના હસ્તે ગુરુવારે ૧૨: ૩૯ના વજિયમુહૂર્તમાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વાળીનાથના જયઘોષ સાથે ભુમપિૂજન કરાયું હતું. આ પ્રસંગે વાળીનાથના મંદિરના પુન: નિમૉણ માટે દાન આપનાર દાતાઓનું સંતો-મહંતોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે હાજર રહેલ ભુવાજીઓને પણ શાલ ઓઢાડી રબારી સમાજ દ્વારા સન્માનિત કરાયા હતા. શ્રી વાળીનાથ અખાડાના પુન: નિમૉણના ભુમપિૂજન પ્રસંગે ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડેલ ગુરૂ ભકતોનું પુષ્પવષૉથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ભૂમપિૂજન દરમ્યાન સમગ્ર તરભ ગામ ભિકતના રંગે રંગાઇ ગયું હતું.
સમારોહમાં ઉપસ્થિત મહંતો, અગ્રણીઓ
આ પ્રસંગે મહંતો – કનીરામજી વડવાળા (દૂધરેજ), ઓટારામજી ધારાસભ્ય, શિહોરી-રાજસ્થાન), ભગવાનકાકા (પીરાણા), ગુલાબનાથજી (વિસનગર) સહિત તમામ પરગણાનાં સંતો, મહંતો અને ભુવાજીએ હાજર રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે માલધારી સમાજના અગ્રણીઓ અમથાભાઈ દેસાઈ ચાણસ્મા (પ્રધાનમંત્રી મજુર મહાજન સંઘ, અમદાવાદ), માલજીભાઈ દેસાઈ (માજી ધારાસભ્ય, ચાણસ્મા), ગોવાભાઈ દેસાઈ (માજી ધારાસભ્ય, ડીસા), બબાભાઈ (લીંબાળા), રણછોડભાઈ રબારી (માજી પંચાયત મંત્રી), બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (ધારાસભ્ય, કાંકરેજ), મફાભાઈ દેસાઈ (ડાભી), જીવરાજભાઈ માસ્તર (પાલોદર), ખેમરાજભાઈ (રાજસ્થાન), સાગરભાઈ દેસાઈ (વિસનગર), સાગરભાઈ દેસાઈ (રૂપાલ), જીવણભાઈ દેસાઈ (ભાન્ડુ), કાનજીભાઈ દેસાઈ (ઉપપ્રમુખ, મહેસાણા તાલુકા પંચાયત), ગોવિંદભાઈ રબારી અમૂઢ (ગોપાલબંધુ), લાલાભાઈ દેસાઈ (માજી પ્રમુખ, વિસનગર પાલિકા), રાઈમલભાઈ દેસાઈ (કાસવા જિ.પં. સદસ્ય), અમરતભાઈ માધાભાઈ દેસાઈ (લણવા), હરગોવનભાઈ દેસાઈ (વિસોળ), તળજાભાઈ દેસાઈ (દેઉ) હાજર રહ્યા હતા. આ મહોત્સવને સફળ બનાવવા અમૃતભાઈ ચૌહાણ, એડવોકેટ મહેન્દ્રભાઈ દેસાઈ (ચાણસ્મા), યુવા અગ્રણી ફુલાભાઈ દેસાઈ (નાગલપુર), વીહાભાઈ પિલુદરા, રત્નાભાઈ મીઠા, ગોવિંદભાઈ માસ્તર (તરભ), વિસનગરના જીવરાજભાઈ, રણછોડભાઈ અને વક્રિમભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી.
મંદિરના પુન:નિમૉણ પછી અતિમહારૂદ્ર યજ્ઞ
તરભ વાળીનાથ અખાડા ખાતે મંદિરના પુન: નિમૉણ પછી અતિ મહારૂદ્ર યજ્ઞ યોજાશે. જેના મુખ્ય દાતા તરીકે બાબુભાઇ દેસાઇ(કાંકરેજ ધારાસભ્ય)એ તૈયારી દર્શાવી હતી.
મંદિરના પુન:નિમૉણમાં કરોડોના દાનની સરવાણી
તરભ ગામના વાળીનાથ ધામમાં ગુરુવારે ભૂમપિૂજનના ધર્મઅવસરે ઉમટેલા રબારી સમાજના પરિવારજનોએ આ ધર્મકાર્યને આવકાર્યું હતું. જ્યારે આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રબારી સમાજના દાતાઓએ કરોડોના દાનની સરવાણી વહેતી કરતાં વાળીનાથની જય હોના નાદથી ઉપસ્થિત જનસમુદાયે સરવાણીને વધાવી હતી. જેમાં મૂળ મહેસાણા તાલુકાના પાલોદર ગામના વતની દેસાઇ જીવરાજભાઇ વસ્તાભાઇ(માસ્તર)ના પરિવારે પિતા વસ્તાભાઇ ભગતના સ્મરાણાથેg રૂ. ૧.૭૧ કરોડનું માતબર દાન આપ્યું હતું.
આ પવિત્ર કાર્યમાં સૌ સેવક મારે મન સરખા
વાળીનાથ ધામમાં નવીન મંદિરના ભૂિમપૂજન સમારોહમાં દૂરદૂરથી પધારેલા રબારી સમાજના દાતાઓએ આ ધર્મકાર્ય માટે દાનની જાહેરાત કરતાં વર્તમાન ગાદીપતિ બળદેવગીરી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતુંકે, આ કાર્યમાં કોઇ કરોડ કે કોઇ એક રૂપિયો આપે તે મારે મન સરખા છે. અને આવા સેવકોથી આવાં કાર્યો પાર પડે છે.
દાતાઓનું સન્માન કરાયું
તરભ મુકામે શ્રી વાળીનાથ અખાડા મંદિરના પુન: નિમૉણ પ્રસંગે આ મંદિર માટે ખુલ્લા હાથે દાન આપનાર દાનવીરોનું કોઠારી સ્વામી ગોવિંદગીરી બાપુના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભુવાજીઓનું પણ સન્માન કરાયું હતું.
પુષ્પવષૉથી ગુરુભકતોનું સ્વાગત
તરભમાં શ્રી વાળીનાથ અખાડા મંદિરના પુન: નિમૉણ પ્રસંગે પધારેલ ગુરૂભકતોનું ગુલાબના પુષ્પવષૉથી સ્વાગત કરાયું હતું. સંતો, દાતાઓ અને ભુવાજીઓ ઉપર પણ પુષ્પવષૉ કરાઇ હતી.
પવિત્ર ભૂમિ પર ગંગાજળનો છંટકાવ
નવીન મંદિરના પુન: નિમાર્ણ સ્થળે પવિત્ર ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉનાવાના જીવાભાઇ દેસાઇ હરદ્વારથી ચાલતા જઇ મંદિરની જગ્યા ઉપર છંટકાવ કરવા માટે ગંગાજળ લઇ આવ્યા હતા.
No comments:
Post a Comment